સોના કરતા ઘડામણ મોંઘુ:સોના કરતા ઘડામણ મોંઘુ: લીલિયામાં 19 કરોડના ખર્ચે બનેલી ગટર 11.89 કરોડના ખર્ચે રીપેર કરાશે

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહિવટી મંજુરી હજુ બાકી : ભ્રષ્ટાચારના કારણે ખામીવાળી ભૂગર્ભ ગટર બની હોઇ પ્રજાના પૈસા પાણીમાં

લીલીયામાં છેલ્લા ત્રણ વર્ષથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વેપારીઓ અને લોકોના માથાના દુ:ખાવા સમાન બન્યો હતો. અનેક રજૂઆત બાદ પણ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનો હલ થતો ન હતો. પણ અંતે જિલ્લા વિકાસ અધિકારીએ લીલીયામાં 11.89 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના રીપેરીંગ કામને તાંત્રીક મંજુરી આપી હતી. હજુ પણ આમા વહિવટી મજુરી બાકી છે. લીલીયામાં અર્બન પ્રોજેક્ટ અંતર્ગત ભૂગર્ભ ગટરનું નિમાર્ણ થયું હતું. પણ ગટરમાં પંપીગ મશીનરીમાં ખામી, સિવીલ સ્ટ્રકચર અને ગામની ભૌગોલિક દ્રષ્ટિને ધ્યાનમાં લીધા વગર બનાવવામાં આવી હતી.

જેના કારણે ભૂગર્ભ ગટર કાર્યરત થતા છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી આ ભૂગર્ભ શહેર ભરમાં ઉભરાય રહી છે. જેના કારણે લોકો અને વેપારીઓ પરેશાન બન્યા છે. અનેક રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. પણ અંતે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ 11.89 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના રીપેરીંગ માટે તાંત્રીક મંજુરી આપી છે. હવે ગાંધનગર ખાતે વિકાસ કમિશનરની પાસે ભૂગર્ભ ગટરના રીપેરીંગ માટે વહિવટી મંજુરી મંગાઈ છે. પણ હજુ સુધી તેની વહિવટી મંજુરી મળી નથી.

બીજી તરફી લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ હિરાબેન ધામતે કેન્દ્રીય કૃષિમંત્રી પરષોતમ રૂપાલાને રજૂઆત કરી ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ કરવા રજૂઆત કરી હતી. આ અંગે પરષોતમ રૂપાલાએ ભૂગર્ભ ગટર અંગે અધિકારીઓ સાથે પત્ર વ્યવહાર કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. અને હવે અંતે લીલીયામાં 11.89 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું રીપેરીંગ કાર્ય થશે.

અન્ય સમાચારો પણ છે...