તંત્ર પર સવાલો:લાઠી નગરપાલિકા પ્લાસ્ટીકના કચરો નિકાલ કરવામાં નિષ્ફળ, માર્ગ પર ગૌધન પ્લાસ્ટિક આરોગી રહી છે, જવાબદાર કોણ ?

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લાઠીના દુધાળા રોડ પર આઈટીઆઈ સામેના મેદાનમાં કચરો ઠાલવી રહ્યું છે. પરંતુ આ પ્લાસ્ટીકનો કચરો ચારે તરફ વેર‌વીખેર જોવા મળે છે. ગૌધન પ્લાસ્ટીક આરોગી રહી છે. નગરપાલિકા કચરાનો નિકાલ કરવામાં ઉણું ઉતર્યું છે. ત્યારે પાલિકા યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરે તેવી લોક માંગણી ઉઠી છે. સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા છે.

ખુદ લાઠી નગરપાલિકા કચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ નિવડ્યું છે. જે જગ્યાએ પાલિકા કચરો ઠાલવી રહ્યું છે. તે જગ્યાએ પણ કચરાનો યોગ્ય નિકાલ કરાતો નથી. જેના કારણે દુધાળા રોડ પર કચરો નજરે ચડે છે. જેના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ ગયા છે. ઉપરાંત પ્લાસ્ટિકને ગાયો આરોગી રહી છે. ત્યારે લાઠી નગરપાલિકા ક્યારે કચરાનો યોગ્ય નિકાલ કરશે.તેવા સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...