લીલીયા ખાતે શેત્રુજી વાઇલ્ડ લાઇફ કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે કરૂણા અભિયાનનો આરંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓ મળે તો તેને બચાવવા હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરાયા છે. લીલીયામા ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત, ભનુભાઇ ડાભીના હસ્તે દીપ પ્રાગ્ટય કરી કરૂણા અભિયાનનો આરંભ કરવામા આવ્યો હતો. અહી સ્થાનિક આરએફઓ ગેલાણીએ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.
બાદમા રાજય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત માહિતી આપવામા આવી હતી. આ અભિયાન અંતર્ગત ઉતરાયણ પર્વે ઘાયલ પક્ષીઓ મળે તો તેને બચાવવા હેલ્પ લાઇન નંબર 1962 પર જાણ કરવા અપીલ કરાઇ હતી. અહી ધારાસભ્ય કસવાલાએ સ્થાનિક વનવિભાગની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે ભીખાભાઇ ધોરાજીયા, બાબુભાઇ ધામત, ચતુરભાઇ કાકડીયા, ગૌતમભાઇ વિછીંયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તસવીર- મનોજ જોષી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.