ગ્રામ પંચાયતની ચૂંટણી:લીલિયાના સરપંચ પદે 479 મતની લીડથી ચૂંટાતા જીવનભાઈ વોરા

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રિપાંખિયા જંગમાં તેમની પેનલને પણ બહુમતી મળી

લીલીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો. આજે પરિણામ જાહેર થતા તાજેતરમાં ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડનાર જીવનભાઈ વોરા સરપંચ પદે ચુંટાઇ આવ્યા હતા.જ્યારે તેમની પેનલના સાત સભ્યો પણ ચૂંટાયા હતા.લીલીયા ગ્રા. પં.ની ચૂંટણી 3 પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની હતી. અહીં તાજેતરમાં ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા જીવનભાઈ વોરાએ સરપંચપદ માટે ઝુકાવ્યું હતું.

મતગણતરી દરમિયાન તેઓ અહીંના ભનુભાઈ ડાભી સામે 479 મતની લીડથી ચૂંટાઈ આવ્યા હતા. આ ત્રિપાંખિયા જગમાં જીવનભાઈ વોરાની પેનલના સાત સદસ્યો પણ ચૂંટાયા હતા. જ્યારે ભનુભાઈ ડાભીની પેનલના પાંચ સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા. ઉપરાંત બાબુભાઈ ધામતની પેનલમાંથી બે સદસ્ય ચૂંટાયા હતા. સરપંચ પદે વિજેતા થયેલા જીવનભાઈ વોરાને 2412 મત મળ્યા હતા. જ્યારે ભનુભાઈ ડાભીને 1933 મળ્યા હતા અને બાબુભાઈ ધામતને 1491 મત મળ્યા હતા.

જીવનભાઈ સરપંચ પદે વિજેતા થતા તેમના સમર્થકોએ શહેરમાં વિજય સરઘસ કાઢ્યું હતું. અને ડીજેના તાલથી ઝુમી ઉઠયા હતા. વિજય સરઘસમાં સમર્થકો ઊંટ પર પણ સવાર થયા હતા. અહીંના બહાદુરભાઇ બેરા, જીવરાજભાઈ પરમાર, ખોડાભાઈ માલવીયા, શબ્બીરભાઈ દલ, વિજયભાઈ ભાલાળા વિગેરે વિજય સરઘસમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...