ચેકીંગ:લીલિયામાં વનવિભાગની ટીમે પતંગોની દુકાનોમાં ચેકીંગ કર્યું

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓને ચાઇનીઝ દોરી કે તુક્કલ ન રાખવા સુચના આપી

ઉતરાયણ પર્વે જિલ્લામા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણ પર આમેય પોલીસે તવાઇ બોલાવી છે. ત્યારે વનવિભાગ દ્વારા પણ લીલીયામા પતંગોની દુકાનોમા ચેકીંગ હાથ ધરી ચાઇનીઝ દોરી કે તુક્કલનુ વેચાણ ન કરવા માટે વેપારીઓને સુચના અપાઇ હતી. લીલીયામા પાલિતાણા વાઇલ્ડ લાઇફ શેત્રુજી ડિવીઝનના ડીસીએફ પટેલના માર્ગદર્શન હેઠળ આરએફઓ ગલાણી, ફોરેસ્ટર ભટ્ટ સહિત ટીમ દ્વારા શહેરમા પતંગ દોરીનુ વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ. વનવિભાગ દ્વારા આગામી 20 જાન્યુઆરી સુધી ચાલનારા કરૂણા અભિયાન અંતર્ગત આ કામગીરી કરવામા આવી હતી. વનવિભાગની ટીમ દ્વારા શહેરમા પતંગની તમામ દુકાનોમા ચેકીંગ કર્યુ હતુ. આરએફઓ ગલાણીએ વેપારીઓને રાજય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. તસવીર-મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...