લાઠીના દુધાળા ગામના વતની અને ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. જેને લઈને સવજીભાઈ ધોળકીયાઅે પોતાના કર્મચારીઓ અને વતન આસપાસના 14 ગામોમાં લોકોને ભેટ સોગાદો અાપી હતી. તેમના વતન સહિત 14 ગામડામાં ઘરે ઘરે મહિલાઓને સાડી અને મિઠાઈ વિતરણ કરાઈ હતી.
લાઠીના દુધાળા, અકાળા, પ્રતાપગઢ, કેરીયા, ભીંગરાડ, ટોડા, હરસુરપુર, દેવળીયા, લુવારીયા, કેરાળા, વાંડલીયા, કૃષ્ણગઢ, ચાવંડ અને શેખ પીપરીયા સહિતના ગામડામાં અત્યાર સુધીમાં 11 હજાર મહિલાને સાડી અને 7268 મિઠાઈનું વિતરણ કર્યું હતું. હજુ પણ ગામડાઓમાં સાડી અને મિઠાઈનું વિતરણ શરૂ છે. અહી ટ્રેકટરો ભરીને ગામડાઓમાં સાડી અને મિઠાઈ પહોંચાડવામાં આવી રહી છે.
ઉપરાંત તેમના ભાઈ ઘનશ્યામ ધોળકીયાના પુત્ર હિતાર્થના લગ્ન સુરત ખાતે થયા હતા. જેની ખુશીમાં પણ ગામડામાં સાડી અને મિઠાઈ અપાઈ રહી છે. સવજીભાઈ પોતાના કર્મચારીઓને કાર, સોનું, ફલેટ સહિતની કિંમતી વસ્તુ દિવાળીમા ભેટ તરીકે આપવા માટે જાણીતા છે. ત્યારે ફરી એક વખત પોતાના વતનનું ઋણ ચુકવવા કામગીરી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.