તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો તોબા પોકારી ઉઠ્યા:લીલિયા શહેરના માર્ગો પર ફરી ભૂગર્ભ ગટરના ગંદા પાણી વહ્યાં

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને હાલાકી પણ તંત્રની નિષ્ક્રિયતાના લીધે કરોડોનો ખર્ચ પાણીમાં

લીલીયામાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું નિમાર્ણ કરાયું હતું. પણ જ્યારથી પણ ભૂગર્ભ ગટર બની છે. ત્યારથી જ લોકોને સુવિધા મળવાની જગ્યાએ મુશ્કેલીઓ વધી છે. શહેરના વિવિધ રસ્તાઓ પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. જેના કારણે વેપારીઓ અને લોકો પરેશાન થઈ ગયા છે. અનેક વખત રજૂઆત છતાં પણ તંત્ર નિંભર બની ગયું છે. પણ અંતે કરોડોની ભૂગર્ભ ગટરથી તો લોકોને હાલાકી જ વેઠવી પડે છે.લીલીયામાં ભૂગર્ભ ગટરથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

શહેરની મેઈન બજાર અને નાવલી બજાર સહિતની શેરીઓમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી વહેતા રહે છે. સરપંચ બાબુભાઈ ધામત સહિતના લોકોએ તંત્ર અને રાજકીય નેતાઓને રજૂઆત કરી હતી. પણ તંત્રએ વર્ષોથી ઉભરાતી ગટરનું નિરાકરણ લાવ્યું નથી. માત્ર વેપારીઓ અને લોકોને તંત્ર પાસેથી યોગ્ય કરવાની બાંહેધરી જ મળે છે. પણ ખરા અર્થમાં આજ સુધી કામગીરી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...