દુવિધા:લીલિયામાં ગેસની લાઇન બિછાવવા રોડનું આડેધડ ખોદકામ

લીલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોદી નખાયેલા માર્ગોનું નવિનીકરણ કરવા, કોન્ટ્રાકટર સામે પગલા લેવા માંગ

લીલીયામા ગેસ લાઇન બિછાવવા માટે માર્ગોનુ આડેધડ ખોદકામ કરવામા આવી રહ્યું છે. જેના કારણે માર્ગોને નુકશાન પહોંચી રહ્યું છે. ત્યારે સ્થાનિક સતાધીશો તેમજ કોન્ટ્રાકટરો સામે પગલા લેવામા આવે તેવી માંગ ઉઠી છે.શહેરમા ખાનગી કંપની દ્વારા ગેસ લાઇન બિછાવવાની કામગીરી ચાલી રહી છે.

સ્થાનિક સતાધીશો અને કોન્ટ્રાકટરની મિલીભગતના કારણે અનેક વિસ્તારોમા રોડ આડેધડ ખોદી નાખવામા આવ્યા છે. જેના કારણે સરકારને નુકશાન થઇ રહ્યું છે. જવાબદાર તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી માર્ગોને થયેલ નુકશાનનુ વળતર કામ કરતી કંપની પાસેથી વસુલવામા આવે અને આડેધડ ખોદી નખાયેલા માર્ગોનુ નવિનીકરણ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.

અહી ગેસ લાઇન બિછાવવા માર્ગોનુ ખોદકામ કરી બાદમા માટી પણ ઉપાડવામા આવતી નથી જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના લોકો પાછલા ઘણા સમયથી ભુગર્ભ ગટરની સમસ્યાનો તો સામનો કરી રહ્યાં છે. ત્યારે આવી વધુ એક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. તસવીર-મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...