તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PSIને આવેદન:લીલિયાના સાંઈનાથ અને વેલનાથ પ્લોટમાં દારૂના અડ્ડા બંધ કરાવો

લીલીયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ સૌરાષ્ટ્ર ચુવાળિયા કોળી સમાજનું પીએસઆઈને આવેદન

લીલીયાના સાંઈનાથ અને વેલનાથ પ્લોટમાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે અખિલ સૌરાષ્ટ્ર ચુવાળીયા કોળી સમાજે લીલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇને આવેદનપત્ર પાઠવ્યું હતું. બુટલેગરો પર કાર્યવાહી નહીં કરાય તો સમાજે ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.

લીલીયામાં અખિલ સૌરાષ્ટ્ર ચુવાળીયા કોળી સમાજના ભનુભાઇ ડાભી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અરજણભાઇ ધામતે પીએસઆઇ લકકડને આવેદન પત્ર પાઠવતા જણાવ્યું હતું કે સાંઈનાથ અને વેલનાથ પ્લોટમાં બુટલેગરો બેફામ બન્યા છે. જાહેરમાં ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ થાય છે. જેના કારણે યુવાનો દારૂના રવાડે ચડી રહ્યા છે. યુવાધન દારૂના નશામાં બરબાદ થઈ રહ્યું છે. છતાં પોલીસ દારૂના અડ્ડાઓ બંધ કરાવતી નથી. દારૂડિયાઓના ખોફના કારણે મહિલાઓ બજારમાંથી પસાર પણ થઈ શકતી નથી. આના કારણે બાળકો પણ બગડી રહ્યા છે. ત્યારે તાત્કાલિક સાંઈનાથ અને વેલનાથ પ્લોટ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે તેમણે માંગણી કરી હતી.

બૂટલેગરો સામે કાર્યવાહી નહીં થાય તો આગેવાનોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...