તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાેકાે પરેશાન:લીલિયામાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઇને માર્ગાે પર વહેતાં રોષ

લીલીયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરની સમયસર યાેગ્ય સફાઇ થતી ન હાેઇ લાેકાે પરેશાન

લીલીયામા કરાેડાેના ખર્ચે ભુગર્ભ ગટર બની ત્યારથી સમસ્યા ઘટવાને બદલે વધી છે. ગટરની યાેગ્ય સફાઇ થતી ન હાેય અવારનવાર અા પ્રકારની સ્થિતિનાે લાેકાેઅે સામનાે કરવાે પડી રહ્યાે છે.શહેરની મુખ્ય નાવલી બજારમા વારંવાર ભુગર્ભ ગટરના પાણી ઉભરાઇને માર્ગાે પર વહી રહ્યાં છે.

અા ઉપરાંત માર્ગની બંને સાઇડમા અનેક દુકાનાે અાવેલી છે. અહી સતત ગટરના પાણી ઉભરાતા હાેય અાખાે દિવસ દુર્ગધ ફેલાઇ રહી છે. તાે અહીથી પસાર થતા લાેકાેને ગંદા પાણીમાથી ચાલવુ પડે છે. અગાઉ ગટરને લઇને અનેક વખત અાંદાેલન પણ થઇ ચુકયા છે.જાે કે હાલમા પણ અાવી જ સ્થિતિ જાેવા મળી રહી છે.

નાવલી બજારમા લારી તેમજ દુકાન ધારકાેને પણ ભારે અગવડતા પડી રહી છે. ગટરની નિયમીત સફાઇ થતી ન હાેય વારંવાર ગટરાેના પાણી ઉભરાઇને માર્ગાે પર વહી રહ્યાં છે. ત્યારે ગટરની નિયમીત સફાઇ કરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...