તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાત્રે વાડીએ સૂતેલા વૃદ્ધ દંપતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

લીલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધ દંપતીની નિદ્રાધિન અવસ્થામાં જ હત્યા. - Divya Bhaskar
વૃદ્ધ દંપતીની નિદ્રાધિન અવસ્થામાં જ હત્યા.
  • લીલિયાના બવાડા ગામની સીમમાં ગુરુવારે બનેલી ઘટના

લીલીયા તાલુકાના બવાડા ગામે રહેતા અને ખેતીનુ કામકાજ સંભાળતા વૃધ્ધ દંપતિની કોઇ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘરનો તમામ સરસામાન વેરવિખેર હોય લુંટ કે ચોરીના ઇરાદે હત્યા થયાનુ મનાય છે. મોડી સાંજે બનાવ અંગે જાણ થતા પોલીસનો જંગી કાફલો બવાડા દોડી ગયો હતો.લીલીયા તાલુકાના બવાડા ગામની સીમમાં વાડીએ રાત્રે સુતેલા ભીમજીભાઇ ભગવાનભાઇ દુધાત (ઉ.વ.72) તથા તેમના પત્ની લાભુબેન (ઉ.વ.69)ની અજાણ્યા શખ્સોએ શરીર પર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી.

આ વૃધ્ધ દંપતિ બવાડામા રહી પોતાની 12 વિઘાની ખેતીનો વહિવટી સંભાળતુ હતુ. જયારે તેનો એકમાત્ર પુત્ર ઇન્દ્રવદન સુરતમા ટેકસટાઇલના ધંધામા સ્થાયી થયો છે.ગઇસાંજે આ દંપતિ પોતાના ઘરમા ગયા બાદ આજે તેના ઘરનો ડેલો ખુલ્યો ન હતો. સાંજ સુધી કોઇ ઘરની બહાર ન આવતા પાડોશીઓ અને સંબંધીઓએ દરવાજાે ખખડાવ્યો હતો. પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો.

એક પાડોશીની અગાસી પરથી ઘરમા નજર કરતા બંને ઓસરીમા સુતેલા નજરે પડયા હતા. અને તપાસ કરતા બંને લોહી નીતરતી અને મૃત હાલતમા મળી આવ્યા હતા. જેને પગલે તાબડતોબ સ્થાનિક પોલીસને જાણ કરાઇ હતી. અહી ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમા નજરે પડયો હતો.સ્થાનિક પીએસઆઇ લક્કડ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કઇ રીતે હત્યા થઇ, કોણે કરી વિગેરેની ભાળ મેળવવા તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...