તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:એસાઇનમેન્ટ લેવા જતાં છાત્ર પર જર્જરીત દિવાલ પડતા મોત

લીલીયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડા વખતે સ્કુલની દિવાલ જર્જરીત થઇ હતી
  • લીલિયાના હનુમાનપરા વિસ્તારની ઘટના :તં ત્રની બેદરકારી સામે આવી

લીલીયાના મફત પ્લોટમાં વાવાઝોડા વખતે જર્જરીત બનેલી દીવાલ 12 વર્ષીય છાત્રના માથે પડતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં રોડ પર કરશનભાઇ ગોહિલના મકાનની દીવાલ ઘણા સમયથી જર્જરીત હતી.

અને વાવાઝોડામાં આ દીવાલને વધુ નુકસાન થતાં જોખમી બની ગઈ હતી. આજે બપોરના સમયે અહીં ગોપાલ પ્રવીણભાઇ ચૌહાણ ( ઉ.વ.12) નામનો છાત્ર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક આ જર્જરીત દીવાલ તેના પર પડી હતી. જેન કારણે દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયો હતો.

ઘટનાની જાણ આજુબાજુ લોકોને થતા છાત્રને કાટમાળ નીચેથી કાઢયો હતો. અનુસાર આ છાત્ર આજે ઘરેથી એસાઇનમેન્ટ લેવા માટે શાળાએ જવા નીકળ્યો હતો. તે વખતે જર્જરિત દીવાલ તેના પર પડી હતી. જેના પગલે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ ઘટના લીલીયાના હનુમાનપરા વિસ્તારમાં બની હતી.

ચૌહાણ પરિવારે પોતાનો દીકરો આ ઘટનામાં ગુમાવતા શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ દીવાલ ધસી પડતા છાત્ર દટાઇ ગયો હતો. આ ઉપરાંત બાજુમાં પડેલી એક છકડો રીક્ષા પણ કાટમાળમાં દટાઈ હતી, અને રીક્ષામાં પણ નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...