તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લાના શિહોરના વરલ ગામના યુવકની હત્યા કરનાર શખ્સની ઝડપી પાડવા માંગ સાથે આજે લાઠીમાં બાબર સમાજ દ્વારા તંત્રને આવેદન અપાયું હતું. થોડા દિવસ પહેલા બેકડી ગામના પાટીયા નજીક મુકેશ વાળા નામના કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા યુવકની તિક્ષ્ણ હથિયારોના ઘા જીકી થઈ હતી આશાસ્પદ યુવકની હત્યાને પગલે સમગ્ર સમાજમાં રોષ વ્યાપ્યો છે અને 15 દિવસથી થવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે.
આરોપીઓ ન પકડવાને કારણે મૃતકના ઘરના અન્ય સભ્યોમાં પણ ભયનો માહોલ છે અને ફફડાટ ભર્યુ જીવન જીવવા મજબૂર બન્યા છે તેવામાં આ ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર શખ્સને પકડી પાડવામાં આવે જેથી મૃતકના પરિવારમાં છવાયેલો ભયનો માહોલ દૂર થાય તે જરૂરી છે. જેને પગલે આજે લાઠીમાં બાબર સમાજના આગેવાનો અને પ્રમુખ કલ્પેશભાઈ, ઘનશ્યામભાઈ કંડોળીયા, હિમતભાઈ યાદવ,અશ્વિનભાઈ ચુડાસમા,નિલેશભાઈ ચુડાસમાં, પારસભાઈ ખેર વિગેરેએ મામલતદારને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તસવીર-વિશાલ ડોડીયા
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.