હાલાકી:મહુવા ભુરખીયા રૂટની એસટી બસ ખખડધજ, ઠંડીમાં મુસાફરો ઠૂંઠવાયા

લાઠીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર બસ બ્રેકડાઉન થતી હોવાથી મુસાફરોને અધવચ્ચે જ રઝળી પડે છે

મહુવા- ભુરખીયા રૂટની એસટી બસમાં બારી અને દરવાજાના કાચ તુટેલી હાલમાં જોવા મળે છે. જેના કારણે કડકડતી ઠંડીમાં મુસાફરો ઠુંઠવાઈ રહ્યા છે.આ ઉપરાંત આ રૂટમાં ફાળવવામાં આવતી બસ વારંવાર બ્રેકડાઉન થઈ રહી છે. અહી મુસાફરો અધવચ્ચે જ રઝળી પડે છે. ત્યારે એસટી તંત્ર મહુવા ભુરખીયા રૂટમાં યોગ્ય બસની ફાળવણી કરે તેવી માંગણી ઉઠી છે. લાઠીના ભુરખીયા મંદિરે દુર દુરથી દર્શનાર્થી દર્શન અર્થે આવે છે. ભુરખીયા ભાવનગર ડિવીઝનના મહુવા ડેપોમાંથી ભુરખીયા સુધીનો લોકલ રૂટ ચલાવવામાં આવે છે. પણ એસટી તંત્રની બેદરકારીના કારણે અહી આવતા મુસાફરોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.

મહુવા- ભુરખીયા રૂટની બસ નંબર જી.જે. 18 ઝેડ 2454ના બારી- દરવાજાના કાચ તુટેલી હાલતમાં છે. જેના કારણે પવનના સુચવાટા વચ્ચે મુસાફરોને મુસાફરી કરવી પડે છે. તેમજ અવાર નવાર બસને ધક્કા મારવા પડે છે. જેના માટે ભુરખીયા ગામના લોકોની મદદ લેવી પડે છે. આ ઉપરાંત મહુવાથી ભુરખીયા રૂટની એસટી બસ રસ્તામાં અધ વચ્ચે બ્રેકડાઉન થઈ રહી છે. અને મુસાફરોને અન્ય વાહનમાં મુસાફરી કરવી પડે છે. ત્યારે એસટી તંત્ર આ રૂટમાં યોગ્ય બસને ફાળવે તેવી મુસાફરોમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...