હાલાકી:અમરેલી- ભાવનગર રૂટની ST બસ ખખડધજ, લાઠી ડેપોમાં બસ અટકી પડતા મુસાફરોએ ધક્કા માર્યા, સારી બસ દોડાવા લોકોની માંગ

લાઠીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બસ બંધ પડતા 12 થી 15 લોકોએ ધક્કા મારવા નીચે ઉતરવું પડ્યું. - Divya Bhaskar
બસ બંધ પડતા 12 થી 15 લોકોએ ધક્કા મારવા નીચે ઉતરવું પડ્યું.

અમરેલી અેસટી તંત્રનાે વહિવટ જાણે કથળી રહ્યાે હાેય તેમ જાેવા મળી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારાેમા દાેડતી બસાે ખખડધજ હાલતમા જાેવા મળી રહી છે. ત્યારે અમરેલી ભાવનગર રૂટની બસ લાઠીમા બંધ પડી જતા મુસાફરાેને ધક્કા લગાવવાનાે વારાે અાવ્યાે હતાે.અેસટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારાેમા ખખડધજ બસાે દાેડાવવામા અાવી રહી છે. અનેક બસમા કાચ તુટેલી હાલતમા હાેય છે જેના કારણે શિયાળાની કડકડતી ઠંડીમા લાેકાેને અાવી બસમા મુસાફરી કરવી મુશ્કેલ થઇ પડે છે. તાે બસાેની અનિયમિતતાના કારણે શાળા કાેલેજ જતા છાત્રાેને પણ હાડમારી વેઠવી પડી રહી છે. અનેક વખત છાત્રાેઅે અાંદાેલન કરવા પડી રહ્યાં છે.

અમરેલીથી ભાવનગર રૂટની સવારે 6 કલાકે ઉપડતી બસ પણ ખખડધજ જાેવા મળી રહી છે. અા બસ લાઠી ડેપાે ખાતે પહાેંચી હતી. મુસાફરાે બેસી ગયા બાદ બસ શરૂ ન થતા મુસાફરાેઅે ધક્કા લગાવ્યા હતા. પરંતુ તેમ છતા બસ શરૂ થઇ ન શકતા મુસાફરાેઅે અન્ય વાહનાેમા બેસીને જતા રહ્યાં હતા. ત્યારે અેસટી તંત્ર દ્વારા સારી બસાે દાેડાવવામા અાવે તેવુ મુસાફરાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...