તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અમરેલીવા લાઠી ગામે ગૌશાળાની 18 મણની તિજોરી તસ્કરોએ 50 મીટર સુધી દુર ઉંચકી જઇ તોડી નાખી, ઘટના CCTVમાં કેદ

લાઠી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ કળા કરીનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ. - Divya Bhaskar
તસ્કરોએ કળા કરીનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ.

લાઠીમા આવેલ મહાદેવ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામા ચાર તસ્કરોએ 18 મણ વજનની તિજોરીને તોડી નાખી ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોના હાથમા કશું આવ્યું ન હતુ. પરંતુ ગૌશાળાને 26 હજારનુ નુકશાન જરૂર થયુ હતુ.

લોકર તોડી તસ્કરોએ ગૌશાળાને 26 હજારનુ નુકશાન કર્યુ.
લોકર તોડી તસ્કરોએ ગૌશાળાને 26 હજારનુ નુકશાન કર્યુ.

અહી મહાદેવ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટના ગૌસેવા કેન્દ્રમા 9મી તારીખની રાત્રે બે વાગ્યા આસપાસ ચાર તસ્કરો પ્રવેશ્યા હતા. જેની તસ્વીરો સીસીટીવીમા પણ કેદ થઇ હતી. તસ્કરોએ ઓફિસમા આવેલ કબાટનુ તાળુ તોડી નાખ્યું હતુ. અને કબાટનુ લોકર પણ તોડી નાખ્યું હતુ. તસ્કરોએ સીસીટીવી કેમેરાનુ ડોંગલ પાણીમા નાખી દીધુ હતુ.

તસ્કરો અહી 18 મણ વજનની તિજોરી ઉંચકી ઓફિસમાથી 50 મીટર દુર પડતર મેદાનમા લઇ ગયા હતા. તસ્કરોએ આ તિજોરી પણ તોડી નાખી હતી. જો કે તિજોરીમાથી તેના હાથમા કોઇ રકમ આવી ન હતી. અહી તિજોરી, કબાટ અને લોકર તોડી તસ્કરોએ ગૌશાળાને 26 હજારનુ નુકશાન કર્યુ હતુ. ગૌશાળાના પ્રમુખે આ બારામા સ્થાનિક પીએસઆઇને લેખિત ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...