કાર્યક્રમ:લાઠીમાં 70 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોનું સન્માન કરાયું

લાઠી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
70 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોને શાલ ઓઢાડી સન્માનીત કરાયા. - Divya Bhaskar
70 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોને શાલ ઓઢાડી સન્માનીત કરાયા.
  • 29મી વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી

લાઠીમાં પેન્શનર સમાજની 29મી વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી. જેમાં 70 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોનું સન્માન કરાયું હતું. ઉપરાંત દવંગતના આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ રાજુભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને લાઠી તાલુકા પેન્શનર સમાજની 29મી વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી. અહી 70 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોને શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા. તો દિવંગતા આત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અહી પેન્શનરોને વિવિધ પ્રશ્નો અંગે સમજણ અપાઈ હતી. તેમજ બાબુભાઈ રામવાએ સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા.

આ તકે લાઠી પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ડેર, આર.સી. દવે, બળુભાઈ, અશોકભાઈ કથીરીયા, જે. એલ. ભાલાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે હમીદભાઈ, ભોગીભઆઈ, સરોજબેન, બાદલભાઈ ભટ્ટ અને નરેશભાઈ સાગર વિગેરે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...