અમરેલી:મનરેગાના શ્રમિકોને એકસ્પાયરી ડેઇટ વાળા ORSના પેકેટ ધાબડી દેવાયા

લાઠી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાભડામાં શ્રમિકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે પગલાં લેવાશે ?

તાલુકાના રાભડા ગામે ચાલતા મનરેગાના કામમા શ્રમિક મજુરોને આજે તંત્ર દ્વારા એકસ્પાયરી ડેઇટ વિતી ચુકેલા ઓઆરએસના પેકેટ પધરાવી દેવાતા ભારે હોબાળો મચ્યો હતો. કાળા તડકામા શ્રમિકો મજુરી કરી રહ્યાં છે ત્યારે તેના આરોગ્ય સાથે ચેડા કરનારા જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ. 

જિલ્લા આરોગ્ય કચેરીના સ્ટોર રૂમમા પણ તપાસ કરવામા આવી
આ ઘટના લાઠી તાલુકાના રાભડા ગામે બની હતી. અહી મનરેગાનુ કામ ચાલી રહ્યું છે. ત્યાં મોટી સંખ્યામા શ્રમિકો મજુરીકામ કરી રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા આ તમામ શ્રમિકોને ઓઆરએસના પેકેટ આપવામા આવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2019મા જ એકસ્પાયર્ડ થયેલા ઓઆરએસના પેકેટ આ મજુરોને ધાબડી દેવાયા હતા. આ અંગેની જાણ શ્રમિકોને થતા હોબાળો મચ્યો હતો. શ્રમિકોએ રાજકીય આગેવાનોને જાણ કરતા આગેવાનો પણ દોડી આવ્યા હતા. જિલ્લા આરોગ્ય કચેરીના સ્ટોર રૂમમા પણ તપાસ કરવામા  આવી હતી. જો કે અહીથી એકસ્પાયરી ડેઇટવાળા કોઇ પાઉચ મળ્યાં ન હતા. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શ્રમિકો સુધી આવા પાઉચ કેમ પહોંચ્યા ? કે પછી જે એકસ્પાયરી ડેટવાળા પાઉચ પડયા હતા તેનો આ રીતે પ્રથમ નિકાલ કરી નખાયો ? વાત શ્રમિકોની હતી એટલે તંત્રએ પણ કોઇ મોટી ગંભીરતા દાખવી નથી કે તાબડતોબ પગલા લીધા નથી. આશા વર્કર બહેનો દ્વારા મજુરોને આ પેકેટનુ વિતરણ કરાયુ હતુ.

કેટલા પેકેટ અપાયા હતા ?
આરોગ્ય વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસમા ચાવંડ આરોગ્ય કેન્દ્રમા 1500, મતિરાળામા 1500, જરખીયામા 1500 અને આંસોદરમા 1500 મળી 6 હજાર પેકેટ પહોંચાડવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...