અમરેલી / કોરોનાના કપરા સમયમાં હાલચાલ પૂછવા ન આવતા ગામના લોકોએ MLA ઠુંમરને ભગાડી મૂક્યા

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર
ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર
X
ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:17 AM IST

લાઠી. તાલુકાના ભીંગરાડના ગામ લોકોએ ઉપવાસ આંદોલન કરી મહામુસીબતે મનરેગાનુ કામ શરૂ કરાવ્યું હતુ. ત્યારે આજે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, સ્થાનિક સરપંચ સાથે કામના સ્થળે પહોંચ્યા હતા અને મજુરોને આ કામ શરૂ કરાવવામાં તેમને ઘણી તકલીફ પડી છે. તેવુ સમજાવવા જતા લોકો ઉશ્કેરાયા હતા. લોકોનો આક્રોશ પારખી જઇ ધારાસભ્યએ તુરંત ત્યાંથી પોતાની ગાડી મારી મુકી હતી. કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. તેવા સમયે સ્થાનિક ધારાસભ્ય ઠુંમર છેલ્લા બે માસ દરમિયાન તેમનો હાલચાલ પુછવા પણ અહી ડોકાયા નથી તેવો આક્રોશ સ્થાનિક લોકોમા હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી