તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાલ:લાઠીના સફાઇકર્મીઓ પગાર મુદ્દે હડતાલ પર, બે દિવસમાં ઉકેલ નહી આવેતો ઉપવાસ આંદોલનની ચિમકી

લાઠી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનામાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવનાર લાઠી પાલિકા સફાઈ કર્મચારીઓને હડતાલ પર બેસવાનો વારો આવ્યો. - Divya Bhaskar
કોરોનામાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવનાર લાઠી પાલિકા સફાઈ કર્મચારીઓને હડતાલ પર બેસવાનો વારો આવ્યો.
  • કોરોનામાં કર્મચારીઓને કાયમી તો નથી કરાતા પણ કોન્ટ્રાકટર દ્વારા દૈનિક માત્ર 190નું વેતન આપી શોષણ કરાઇ છે
  • પાલિકાના 27 કર્મીઅાેઅે શહેરમાં સફાઇ બંધ કરી

લાઠી શહેરને સ્વચ્છ રાખવાની જેના પર જવાબદારી છે અને જેને કાેરાેના કાળમા વારંવાર કાેરાેના વાેરીયર્સ તરીકે સંબાેધિત કરવામા આવે છે તેવા સફાઇ કામદારાેને પાલિકા દ્વારા પુરતુ વેતન આપવામા આવતુ ન હાેય લાઠી પાલિકાના સફાઇકર્મીઓ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. તેમને બે દિવસમા પ્રશ્નનાે ઉકેલ નહી આવે તાે ઉપવાસ આંદાેલનની ચિમકી પણ આપી છે.

જિલ્લાની માેટાભાગની નગરપાલિકાઓ અને અન્ય સરકારી કચેરીઓમા સફાઇ કામદારાેનુ આર્થિક શાેષણ કરવામા આવી રહ્યું છે. તેમને કાયમી નાેકરી આપવાની વાત તાે બાજુ પર રહી પરંતુ કાેન્ટ્રાકટ બેઇઝથી ખુબ જ નીચા પગારે કામ પર રાખી પુરતુ કામ કરાવવામા આવી રહ્યું છે. લાઠી નગરપાલિકાના સફાઇ કામદારેાનુ પણ આ જ રીતે શાેષણ કરવામા આવી રહ્યું છે. અહી સફાઇ કામદારાેને રાેજના માત્ર રૂપિયા 190નુ વેતન આપવામા આવી રહ્યું છે.

કાેરાેનાનાે કપરાે કાળ ચાલી રહ્યાે છે. તેવા સમયે શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કામદારાે કાેરાેના વાેરીયર્સ તરીકે દિવસ રાત કામ કરી રહ્યાં છે. મહામારીની વાત અાવે ત્યારે તેમને અા રીતે સન્માનની નજરે જાેવામા અાવી રહ્યાં છે પરંતુ પગાર અાપવાની વાત અાવે ત્યારે અાર્થિક શાેષણ થઇ રહ્યું છે. લાઠી પાલિકાના સફાઇ કામદારાેઅે વારંવાર સતાધીશાેને તેમના પગાર વધારા અને અન્ય પ્રશ્નાે અંગે રજુઅાત કરી હતી. પરંતુ લાંબા સમયની રજુઅાત બાદ પણ તેમના પ્રશ્નનુ કાેઇ નિરાકરણ અાવ્યુ નથી જેને પગલે સફાઇ કામદારાેઅે હડતાલનુ શસ્ત્ર ઉગામ્યું છે. લાઠી નગરપાલિકામા કુલ 27 હંગામી સફાઇ કામદારેાે છે. જેઅાે અાજથી હડતાલ પર ઉતરી જતા શહેરની સફાઇ ઠપ્પ થઇ ગઇ છે. અા સફાઇ કામદારાેઅે જાે તેમની પગાર વધારાની અને અન્ય માંગણીઅાે સંતાેષવામા નહી અાવે તાે બે દિવસ બાદ ઉપવાસ અાંદાેલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારી છે. અાજે પાલિકા કચેરી સામે અા સફાઇ કામદારાે ટાેળે વળ્યા હતા અને અા મુદે મક્કમ લડત ચલાવવાની ઘાેષણા કરી હતી.

જિલ્લાની માેટાભાગની પાલિકામાં સફાઇકર્મીનાે સમાન પ્રશ્ન
અમરેલી જિલ્લાની માેટાભાગની પાલિકાઅાેમા સફાઇ કામદારાેને હંગામી અને ફિકસ પગારથી કામે રાખવામા અાવ્યા છે. અને અા સફાઇ કામદારાેને અાેછુ વેતન મળતુ હાેવાની વારંવાર ફરિયાદાે ઉઠે છે. બે દિવસ પહેલા જિલ્લા પંચાયતના સફાઇ કામદારાેઅે અા જ મુદે હડતાલ પાડી હતી.

પ્રમુખ અને ચીફ અાેફિસરને વારંવાર રજુઅાત
સફાઇ કામદારાેઅે જણાવ્યુ હતુ કે તેમણે તેમના પ્રશ્નાે અંગે લાઠી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ અાેફિસરને વારંવાર રજુઅાત કરી હતી. પરંતુ તેમની રજુઅાત કયારેય ધ્યાનમા લેવામા અાવી ન હતી. જેથી અા અાંદાેલનના મંડાણ કરવા પડયા હતા.

સામાન્ય સભામાં 10 ટકા પગાર વધારાશે: પ્રમુખ
લાઠી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પાડાઅે જણાવ્યું હતુ કે સફાઇ કામદારાેની રજુઅાત મળી છે. અને અાગામી પાલિકાની સામાન્ય સભામા પાલિકાને જેટલી સતા છે તે મુજબ 10 ટકા પગાર વધારાનાે નિર્ણય લેવા વિચારણા કરાઇ છે.> મનીષાબેન પાડા

અન્ય સમાચારો પણ છે...