લાઠીમા પાછલા કેટલાક સમયથી ધારાસભ્યની ગ્રાંટ વર્ષ 2021-22મા કામો મંજુર કરાયા છે. પરંતુ આજદિન સુધી આ કામો શરૂ કરવામા આવ્યા નથી. જેને પગલે કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી છે.
કોંગ્રેસ દ્વારા લાઠી પાલિકાના ચીફ ઓફિસરને પાઠવાયેલા આવેદનમા જણાવાયું હતુ કે લાઠી ગાગડીયા નદીના કાંઠે પુર સંરક્ષણ માટે 3 લાખ મંજુર કરાયા છે. પરંતુ પાલિકા પ્રમુખ કોઇ કારણોસર સહી કરતા ન હોય ચાર માસ થયા હોવા છતા વર્કઓર્ડર બહાર પાડવામા આવ્યો નથી. આ ઉપરાંત લાઠી ઇદગાહ મસ્જિદમા સ્ટ્રીટલાઇટ તળાવના પાળા પાસેથી ઇદગાહ મસ્જિદ સુધી 2 લાખ મંજુર કરાયા છે.
વર્કઓર્ડર નીકળી ગયેલ છે છતા ગ્રાંટ પીજીવીસીએલને ફાળવાઇ નથી. રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે લાઠી લુવારીયા દરવાજા બહાર અકાળા ચોકડી પર આવેલ ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ પાસે પડતર જમીન પર પુસ્તકાલય બનાવવાના કામ માટે 3 લાખ મંજુર કરવામા આવ્યા છે પરંતુ ચાર માસ થયા હેાવા છતા કામગીરી શરૂ કરાઇ નથી. ત્યારે પાંચ દિવસમા આ કામો શરૂ કરવામા આવે નહિતર નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે કચેરીના મેદાનમા ઉપવાસ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.