રામ મંદિરના નિર્માણ કાર્યોમાં ફંડ અર્પણ:લાઠીમાં પેન્શનર સમાજે રાહત નિધિમાં 1.21 લાખનું દાન કર્યું

લાઠીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં રામમંદિરના નિર્માણમાં પણ ફંડ આપશે

લાઠીમાં પેન્શનર સમાજની કારોબારી મિટીંગ મળી હતી. આ દરમિયાન પેન્શનર સમાજે 1.21 લાખનું મુખ્યમંત્રી રાહત નિધિમાં દાન કર્યું હતું. તેમજ આગામી દિવસોમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યોમાં ફંડ અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.

લાઠીમાં પેન્શનર સમાજના કાર્યાધ્યક્ષ બી.એલ.ડેર અને પ્રમુખ જે.એન.ભાલાળાના અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક મળી હતી. અહીં સમુહ પ્રાર્થના, રામધુન અને સમાજના અવસાન પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમ યોજાયા હતા. તેમજ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં 1.21 લાખનું દાન અર્પણ કર્યું હતું. પેન્શનર સમાજ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યમાં સહભાગી બનવા માટે આગામી સમયમાં ફંડ આપશે.

આ તકે બટુકભાઈ અગ્રાવત, મોહનભાઈ તલસાણીયા, જે.સી.પંડીયા, હિંમતભાઈ રામાનુજ, પી.બી. ભાદાણી, પી.આઈ.ત્રિવેદી, બાબુભાઈ રાણવા, ભોગીભાઈ માલવણિયા અને ડાયાભાઈ સાવલિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...