તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેઇડ:ચાવંડમાં મહિની પાઇપ લાઇનમાંથી ત્રણ સ્થળેથી પાણી ચોરી ઝડપાઇ

લાઠી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીએ પાણી પુરવઠાના કર્મીઓને સાથે રાખી રેઇડ કરી

અમરેલી જિલ્લામાં મહિ યોજનામાંથી લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. યોજનામાં પાણીની પાઈપ લાઈનના અનેક જગ્યાએ વાલ્વ આવેલા છે. અને તેમા પાણી ચોરી અને વાલ્વ લીકેજની ઘટનાઓ વારંવાર બને છે. ત્યારે આજે લાઠી પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચાવંડ પાસે મહિપરી યોજનાની પાઇપમાંથી પાણી ચોરી થઈ રહી છે.

જેના કારણે પ્રાંત અધિકારીએ પાણી પુરવઠા અને પોલીસને સાથે રાખી આકસ્મીક તપાસ કરી હતી. જેમાં જુદા જુદા 3 સ્થળેથી પાણી ચોરી ઝડપી પાડી હતી. લાઠી પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે ચાવંડ પાસે 3 સ્થળેથી પાણી ચોરીનું પંચ રોજકામ કરવામાં આવ્યું છે. અને પાણી પુરવઠા વિભાગના અધિકારીને ચોરી કરનાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...