વેક્સિનેશન:લાઠીમાં આરોગ્યની ટીમ દ્વારા ઘેર-ઘેર ફરી કરાતું રસીકરણ

લાઠીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાભરમાં રસીકરણની કામગીરી ઝડપી બનાવવા માટે વહિવટી તંત્રએ કમરકસી છે. અમરેલીમાં બાકી રહેલા લોકોને રસી આપવા માટે આરોગ્ય વિભાગની ટીમે રસ્તા પર ઉતરી છે. ત્યારે લાઠીમાં પણ નગપાલિકા અને આરોગ્ય વિભાગે 10 ટીમ બનાવી શહેરમાં ઉતારી છે. આ ટીમ રસી ન લીધેલા વ્યક્તિના ઘરે જઈ અને લોકોને અફવાથી દૂર રહી રસી લેવા માર્ગદર્શન આપે છે. જે બાદ લોકોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે રસીકરણ કરે છે.

લાઠી તાલુકામાં અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા 64 હજાર જેટલા લોકોએ રસી લીધી છે. અહી મેગા વેક્સીનેશન ડ્રાઈવને સફળ બનાવવા માટે ડો.આર.આર.મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, ડો. હિતેષ પરમાર, બાલમુકુંદ જાવીયા, નિખિલ બુદ્ધ અને ઉમેશ સોલંકી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...