લાઠીમા સેતાપાટી વિસ્તારમા પાછલા કેટલાક સમયથી પાલિકા દ્વારા દુષિત પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું હોય આજે રહિશો પાલિકા કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી.
અહીના સેતાપાટી વિસ્તારમા ઘણા સમયથી દુષિત પાણીનુ વિતરણ થઇ રહ્યું છે. આ વિસ્તારમા પાણીની લાઇનમા ગટરનુ પાણી ભળી ગયુ હોવાની પણ શકયતા છે. ઘણા સમયથી આ વિસ્તારના લોકો આવુ દુર્ગધયુકત ગંદુ પાણી પીવા મજબુર બન્યા હોય આજે લોકોની ધીરજ ખુટી હતી.
આ વિસ્તારના મહિલાઓ સહિત રહિશો પાલિકા કચેરીએ દોડી ગયા હતા અને સતાધીશો સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી. દુષિત પાણીના વિતરણથી લોકોનુ આરોગ્ય જોખમાઇ રહ્યું હોય તાકિદે યોગ્ય સમારકામ કરી કામગીરી હાથ ધરવામા આવે તેવી માંગણી કરી હતી. જેને પગલે પાલિકાના એન્જીનીયર સહિત ટીમ અહી દોડી ગઇ હતી અને સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. ઉપરાંત અહીના લોકોને રોગચાળો ફેલાવાની ભિતી સતાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.