રજૂઆત:લાઠીમાં સંકલન સમિતિની બેઠક મળી, પેન્ડિંગ પ્રશ્નોની રજૂઆત

લાઠીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંકલન સમિતિની બેઠક મળી હતી. - Divya Bhaskar
સંકલન સમિતિની બેઠક મળી હતી.
  • લોકોના પ્રશ્નોનો નિકાલ કરવા અધિકારીઓને સુચના અપાઇ

લાઠી પ્રાંત કચેરી ખાતે લાંબા સમય બાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી. અહીં સ્થાનિક ધારાસભ્ય દ્વારા અનેક પેન્ડિંગ પ્રશ્નો રજુ કર્યા હતા. લાઠી પ્રાંત કચેરી ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય વિરજીભાઇ ઠૂંમરે પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમ સમક્ષ લોક હિતાર્થે અનેક પ્રકારના પ્રશ્નો રજુ કર્યા હતા. આ બેઠકમાં સીટી સર્વેના અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા સીટી સર્વેને લગત કામગીરી વિશે ચર્ચાઈ થઈ ન હતી. ધારાસભ્યએ સીટી સર્વેના અધિકારીને નોટીસ પાઠવવા પ્રાંત અધિકારી પાસે માંગ કરી હતી.

લાઠીમાં સંકલન સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારીએ લોકોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં મામલતદાર ડી.બી.પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી મકવાણા, ચીફ ઓફિસર વિંઝુડા, પી.એસ.આઈ.ગોહિલ અને પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર કડછા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર - વિશાલ ડોડીયા

અન્ય સમાચારો પણ છે...