તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌચરમા ખોદકામ:ઉદ્યાેગપતિના માણસાેએ ગાૈચરમાં માટી ખાેદતા વિવાદ

લાઠી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઠીના દેવળિયાની સીમમાં લાેકાેએ ખાેદકામ અટકાવ્યું : પાેલીસ દાેડી પણ કાર્યવાહી ન કરી

લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામની સીમમા દુધાળાના ઉદ્યાેગપતિના માણસાે અાજે હેવી મશીનરી સાથે ગામની ગાૈચરની જમીનમાથી માેટા પ્રમાણમા માટી ખાેદી રહ્યાં હતા ત્યારે ગામ લાેકાેઅે વિરાેધ કરી અા ખાેદકામ અટકાવ્યું હતુ. સ્થાનિક પાેલીસ પણ દાેડી અાવી હતી. જાે કે કાેઇ કાયદેસરના પગલા લેવાયા ન હતા. અા ઘટના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા અને કેરીયા ગામની ગાૈચરની જમીનમા બની હતી. અહી ગાૈચરની જમીન ઉપરાંત નદીના પટમાથી પણ દુધાળાના ઉદ્યાેગપતિના માણસાે દ્વારા માેટા પ્રમાણમા માટી અને રેતી ખાેદવામા અાવી રહી હતી. હેવી મશીન અને ડમ્પરાે દ્વારા અા ખનીજ ગેરકાયદે લઇ જવાઇ રહી હાેય ગામના માલધારી સમાજના લાેકાે રાેષે ભરાયા હતા. અને તેમણે ઘટના સ્થળે પહાેંચી જઇ ગાૈચરમા ખાેદકામ અટકાવવા માંગ કરી હતી.

મામલાે તંગ થતા જાણ થવાથી સ્થાનિક પાેલીસ પણ દાેડી અાવી હતી. જાે કે પાેલીસ દ્વારા અહી કાેઇ કાર્યવાહી કરાઇ ન હતી. પરંતુ ખાેદકામ અટકાવી દેવાયુ હતુ. ગેરકાયદે ખાેદકામ કરી રહેલા લાેકાેને સ્થાનિક પાેલીસ અેકબાજુ લઇ ગઇ હતી અને ખાનગીમા ચર્ચા કરી હતી. અેક પાેલીસકર્મીઅે પણ ત્યાં કાેઇ જતા નહી ખાનગી વાત ચાલે છે તેમ કહી લાેકાેને ત્યાં જતા અટકાવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા યાેગ્ય કાર્યવાહી થાય તેવી ગામ લાેકાેઅે માંગ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...