અમરેલી:લાઠીના જાનબાઈ દેરડી નજીક કાર, બાઇક વચ્ચે ટક્કર: આધેડનું મોત

લાઠી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

જાનબાઈ દેરડી પાસે નવરંગ હોટલની નજીક બાઇક નંબર જી.જે.4 એએ 1894  અને કાર નંબર જી.જે. 1 આર.બી 1488 વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ગઢડા તાલુકાના રસનાળ ગામના કાળુભાઇ દિયારભાઈ વઘાસિયા ( ઉ.વ.60 ) નું મોત નીપજ્યું હતું.  બાઇકને ટક્કર મારી કાર ચાલક નાસી છૂટ્યો હતો.આ અંગે અકસ્માતમાં મૃતકના દિકરા સંજયભાઈ વઘાસિયાએ લાઠી પોલીસમાં  કાર નંબર જી.જે1 આર.બી.1488ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા લાઠીના પી.એસ.આઈ. જે.વાય.પઠાણે વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...