તપાસ:લાઠી ગામમાં ગાગડિયા નદીના પાણીમાંથી મહિલાની લાશ મળી

લાઠી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા માનસિક બિમાર હોઇ ઘરેથી નીકળી ગઇ હતી
  • મહિલાના મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું

લાઠીમા આજે બપોરબાદ ગાગડીયા નદીના પાણીમાથી અહીની એક મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલા માનસિક રીતે બિમાર હતી. બનાવ અંગે સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર લાઠીમા ખોડિયારનગર વિસ્તારમા રહેતી ઉષાબેન ભરતભાઇ ગોહિલ (ઉ.વ.35) નામની મહિલાની લાશ નદીના પાણીમા તરતી મળી આવી હતી.

આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ તથા મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તંત્રની મદદથી મહિલાની લાશને પાણીમાથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે લાઠીની સરકારી હોસ્પિટલમા ખસેડી હતી. એવુ પણ કહેવાય છે કે આ મહિલા માનસિક રીતે બિમાર છે અને બિમારીના કારણે કોઇ પગલુ ભર્યુ હોય શકે છે. જો કે મહિલાના મોતનુ કારણ હજુ સ્પષ્ટ નથી. કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...