સન્માન સમારોહ:કૃષ્ણગઢ નજીક ચૂંટાયેલા સરપંચાેનાે સન્માન સમારોહ

લાઠી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચાેઅે પોત પોતાના ગામના વિકાસ માટે નેમ લીધી

લાઠી તાલુકામા ચુંટાયેલા સરપંચાેનાે કૃષ્ણગઢ નજીક હડમતીયા હનુમાન મંદિરે ધારાસભ્ય ઠુંમરના અધ્યક્ષસ્થાને સન્માન સમારાેહ યાેજાયાે હતાે. અહી સરપંચાેઅે પાેતાના ગામના વિકાસ માટેની નેમ લીધી હતી. લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષ્ણગઢ ગામ નજીક આવેલ હડમતિયા હનુમાનજી મંદિરના વિશાળ પંટાગણમાં સ્નેહમિલન સન્માનનું આયોજન કરવામાં અાવ્યું હતુ. લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ અા સન્માન સમારાેહમા લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઇ કાકડીયા દ્વારા ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો ચૂંટાયેલ સરપંચાે તથા ગ્રામ પંચાયતનાં સદસ્યાેનુ સ્વાગત કરાયુ હતુ.

ત્યારબાદ ઉપસ્થિત કોંગી આગેવાનો દ્વારા ચુંટાયેલ સરપંચાે અને ગ્રામ પંચાયતનાં સદસ્યાેને ગ્રામજનાેની નિ:સ્વાર્થ પણે મદદ કરવા અને પોતાના ગામનો વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેવા આહવાન કરાયુ હતુ. જાે કે અા સન્માન સમારાેહમા પણ અનેક લાેકાે માસ્ક વગર નજરે પડયા હતા.અા પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ શંભુભાઇ દેસાઇ, અર્જુનભાઇ સોસા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુભાઇ વાળા, જિલ્લા પંચાયતનાં વિરોધપક્ષના નેતા પ્રભાતભાઇ કોઠીવાલ, રફીક મોગલ, બહાદૂરભાઇ બેરા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ કે.કે.વાળા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...