શ્રદ્ધાંજલી:1962 ભારત-ચીન યુદ્ધમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ

લાઠી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઠીમાં આહિર એકતા મંચ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

1962મા ભારત-ચીન યુધ્ધમા રેઝાંગ લા કુમાઉ રેજીમેન્ટની 13 કુમાઉ ટુકડી (આહિર ટુકડી)નુ છેલ્લુ સ્ટેન્ડ હતુ. ટુકડીનુ નેતૃત્વ મેજર શૈતાન સિંઘ દ્વારા કરવામા આવ્યું હતુ. જેમને તેમની બહાદુરી માટે મરણોતર પરમવીર ચક્ર પ્રાપ્ત થયુ હતુ. અહી ભારતીય અને ચીની દળો વચ્ચેની અથડામણમા 123 સૈનિકોની ભારતીય ટુકડીમાથી 114 આહિર જવાનોએ પોતાનો જીવ આપ્યો હતો.હરિયાણાના રેવાડી ગામમા તેમના માટે એક સ્મારક બનાવવામા આવ્યું છે.

જયાં આ ટુકડીના ઘણા સૈનિકો આવ્યા હતા. આ સ્મારક પર નોંધાયેલુ છે કે આ યુધ્ધમા ચીનના 1300 સૈનિકો માર્યા ગયા હતા. અને 114 આહિર યુવાનોએ માં ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. તેમની યાદમા ગઇકાલે લાઠીમા આહિર એકતા મંચ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. અહી યુવાનોએ શહિદ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...