તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:લાઠીમાં 150 કેદીઓને જીવનમાં સુધાર માટે સત્યના પ્રયોગો જેવા પુસ્તક વાંચવા અનુરોધ

લાઠી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેદીઓને ધાબળાનું વિતરણ કરાયું, કાર્યક્રમમાં જેલ અધિક્ષક સહિતના ઉપસ્થિત રહ્યાં

લાઠીના સોની સમાજના પ્રમુખે પોતાના 38માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે જિલ્લા જેલમાં રહેલા કેદીઓને ધાબળાનું વિતરણ કર્યું હતું. ઉપરાંત કેદીઓનાં જીવનમાં સુધારો કરી શાંતિથી જીવન વિતાવવા માટે વાલ્મિકી રામાયણ, મહાભારત અને સત્યના પ્રયોગો નામના પુસ્તકનું વાંચન કરવા અનુરોધ કર્યો હતો.

માણસ પૈસાની લાલચ અને ક્રોધમાં આવી ગંભીર ગુનાઓ કરી બેસે છે. જેના કારણે તેમને કારાવાસ ભોગવવો પડે છે. લાઠીના સોની સમાજના પ્રમુખ ધર્મેશભાઇ ભુપેન્દ્રભાઇ સોનીએ તેમના 38માં જન્મ દિવસની ઉજવણી આવા જિલ્લા જેલના કેદીઓ સાથે કરી હતી.અહીં તેમણે 150 કેદીઓને ધાબળાનું વિતરણ કર્યું હતું. અને તેમની સાથે સંવાદ કરી કેદીના પરિવારના હિત માટે જીવનમાં સુધારો લાવવા રામાયણ, મહાભારત, અને સત્યના પ્રયોગનામના પુસ્તકનું વાંચન કરવા અનુરોધ કર્યો હતો. અહીં કેદીઓએ પણ સોની સમાજના પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જેલ અધિક્ષક જે. આર. સીસોદીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - વિશાલ ડોડીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો