સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો:વડીયામાં ગૌમાતાની સાક્ષીએ 11 દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા

વડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દિકરીઓને વહારે આવી ગોવર્ધન ગૌશાળા

કોરોનાના કપરા કાળમા કોઈએ પોતાના નજીકના સ્વજન જન્મદાતા એવી માં તો કોઈએ પરિવારનુ ગુજરાન ચલાવનાર પિતા ગુમાવ્યા છે. અનેક દીકરીઓએ તેના માતા પિતાના હાથે પોતાનું કન્યાદાન થાય તેવા સ્વપ્ન જોયા હશે. ત્યારે માતાપિતાની છત્રછાયા ગુમાવનાર 11 દીકરીઓની વહારે વડીયાની ગોવર્ધન ગૌશાળા આવી હતી. અહી સર્વજ્ઞાતિ સમુહ લગ્નનુ આયોજન કરાયુ હતુ. જેમા 11 દીકરીઓએ ગૌમાતાની સાક્ષીઅે પ્રભુતામા પગલા માંડયા હતા.

સર્વજ્ઞાતિ સમુહલગ્નનુ આયોજન વડિયાની ગોવર્ધન ગૌશાળાના નેજા હેઠળ સેવાભાવી લોકો, દાતાઓ અને રાજકીય ધાર્મિક આગેવાનોના સહયોગથી કરવામાં આવ્યુ હતુ.વડિયાની મુખ્ય બજારમાં ડીજે અને બેન્ડના તાલે વાજતે ગાજતે રાસની રમઝટ સાથે સોરઠીયા મહાજન વાડીથી ગોવર્ધન ગૌશાળા સુધી વરઘોડો યોજાયો હતો. આ સમુહ લગ્નોત્સવમાં કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અગિયાર 11 દીકરીઓને માતા પિતાની ખોટ પુરી તેમનું કન્યાદાન ગોવર્ધન ગૌશાળાની સમિતિએ કર્યું હતુ.

આ જાજરમાન લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને સાધુ સંતો, સામાજિક,રાજકીય આગેવાનો અને વિશાળ ગામ લોકોની ઉપસ્થિતિમાં પુરા કરિયાવર સાથે વિદાય આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ગોવર્ધન ગૌશાળાના પટાગણમાં બે દિવસ ચાલ્યો હતો. જેમા પ્રથમ દિવસે બટુક ભોજન, સુંદરકાંડ અને ભવ્ય દાંડિયારાસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જયારે બીજા દિવસે ભવ્ય લગ્નોત્સવનુ આયોજન થયુ હતુ. જેનુ સાક્ષી બનવા સમગ્ર વડિયા ગામ જોડાયું હતું. ત્યારે વડિયાની ગોવર્ધન ગૌશાળા ના આંગણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાય હતા.

આ કાર્યક્રમમા ધારાસભ્ય પરેશ ધાનાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ, લલિત રાદડિયા, કૌશીક વેકરીયા, સ્થાનિક રાજકીય આગેવાનો સાધુ સંતો પરબધામ મહંત વડિયા ભરતનાથબાપુ વિભુતીનાથબાપુ શર્વાનંદબાપુ અને દાતાઓની હાજરીમાં યોજાયો હતો. જેમા મહા પ્રસાદનો લાભ પણ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.

ગાય આધારિત ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શન અપાયું
સમુહ લગ્નમા ગોપાલ સુતરીયા દ્વારા ગાય આધારિત ખેતી પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ સમગ્ર આયોજન નવ નિયુક્ત સરપંચ મનિષ ઢોલરીયા અને તેમની ટીમના નેતૃત્વમાં ગોવર્ધન ગૌશાળા સમિતિ અને ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...