તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વડિયામાં તલના પાકમાં બાકી રહી ગયેલા ખેડૂતોના સર્વેનું કામ શરૂ

વડીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ સર્વેમાં મોટા ભાગના ખેડૂતો બાકી રહી ગયા હતા
  • અહીંના ખેડૂતોને સહાય માટે થોડી આશાઓ બંધાઇ

વડીયામાં વાવાઝોડામાં તલના પાકને નુકશાન પહોંચ્યું હતું. તંત્રના પ્રથમ વખતના સર્વેમાં મોટા ભાગના ખેડૂતો બાકાત રહ્યા હતા. આ અંગે ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયાએ પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડને રજૂઆત કરી હતી. અંતે સરકારે ખેડૂતોની વ્યસ્થાને સાંભળી વડીયામાં બાકી રહી ગયેલ ખેડૂતોનો સર્વે કરવા વહીવટી તંત્રને સૂચના આપી હતી. વડીયા તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. અહીં ઉનાળુ તલનો પાકને ભારે પવન અને વરસાદના કારણે નુકશાન પહોંચ્યું હતું. તંત્રએ વાવાઝોડામાં ખેતીપાકમાં થયેલ નુકશાનીનો સર્વે હાથ ધર્યો હતો.

પણ મોટા ભાગના ખેડૂતો સર્વેમાં બાકી રહ્યા હતા. જેના કારણે વડીયાના ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયાની આગેવાનીમાં ખેડૂતોએ રી સર્વે માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને પૂર્વમંત્રી બાવકુભાઇ ઉંધાડને રજૂઆત કરી હતી. અંતે વડીયા તાલુકામાં તંત્રએ પ્રથમ સર્વેમાં બાકી રહેલા ખેડૂતોનો ફરી સર્વે કરવાની કામગીરી શરૂ કરી હતી. ખેતીવાડીના કર્મચારીઓ રજૂઆત કરનાર ખેડૂતોના ખેતરમાં રૂબરૂ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતોને સહાય માટે થોડી આશા બંધાણી હતી.

અન્ય સમાચારો પણ છે...