વિરોધ:વડિયામાં વકિલ, જ્જ વચ્ચે ટકરાવ થતાં વકિલો ધરણાં પર બેસી ગયા

વડીયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વકિલની તબીયત લથડતા સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા

વડીયામા આજે કોર્ટ ચાલુ હતી તેવા સમયે વકિલ અને જજ વચ્ચે ટકરાવ થતા અહીના વકિલો આ મુદે કોર્ટ પરિસર બહાર ધરણા પર બેસી ગયા હતા. ઘટનાને પગલે વકિલો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત થઇ હતી. આ ઘટના આજે વડીયામા કોર્ટ પરીસરમા બની હતી. અહીના એક વકિલ દ્વારા પોતાના અસીલની મુદતના મુદે વાત કરતી વખતે અહીના સિવીલ જજ સાથે બોલાચાલી થઇ હતી. જેના બાદ વકિલો રોષે ભરાયા હતા. વકિલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરી દીધો હતો અને કોર્ટના મુખ્ય ગેઇટની બહાર ધરણા પર બેસી ગયા હતા.

વકિલોએ જજની બદલીની માંગ પણ ઉઠાવી હતી. બનાવને પગલે વડીયાના પીએસઆઇ સાંખટ ઘટના સ્થળે દોડી ગયા હતા. ડીવાયએસપી પણ અહી દોડી આવ્યા હતા. આ દરમિયાન ધરણા કરી રહેલા વકિલ રાઠોડભાઇની તબીયત બગડતા તેમને સારવાર માટે પ્રથમ વડીયા દવાખાને અને બાદમા અમરેલી ખસેડાયા હતા. આ મુદે અમરેલીમા પણ બાર એસોની બેઠક મળનાર હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...