માંગણી:અમરેલી જિલ્લામાં સૌની યોજના હેઠળ મહિનું પાણી છોડવા માંગ

વડીયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુર્વ કેબીનેટ મંત્રી ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી રજુઆત

હાલ ઉનાળામાં અમરેલી જિલ્લામાં અનેક નદી, તળાવ અને જળાશયોમા પાણી ઓછા થવા લાગ્યા છે. ત્યારે સૌની યોજના હેઠળ મહિનુ પાણી તળાવ, જળાશયોમા ઠાલવવામા આવે તે પ્રશ્ને પુર્વ કેબીનેટ મંત્રી ઉંધાડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે.

પુર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે ગામડાના લોકોને પીવાના પાણીની સાથે સિંચાઈનુ પાણી પણ ખુબ મહત્વ ધરાવે છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સામાન સરદાર સરોવરનુ પાણી સૌની યોજનાથી સૌરાષ્ટ્રને આપવા માટેની આ યોજનાનૂ મોટાભાગનુ કામ લગભગ પૂર્ણતા તરફ છે. ત્યારે ગયા વર્ષે ખંભાળા, સુખપર, નીલવડા,ચમારડી, બળેલ પીપળીયા,દેવગામ ઈશ્વરીયા, લાખાપાદર,જિથુડી,નાજાપુર,તોરી,રામપુર સુધી ગત ઉનાળાના અંતમાં પાણી છોડી વડિયાના સુરવો ડેમ સુધી નર્મદાના નીર પહોંચ્યા હતા.

હાલ કાળજાળ ગરમીમાં પાણીના તળ નીચે જતા ખેતી અને પીવાના પાણી માટે ખુબ પાણીની તંગી જોવા મળી રહી છે. દરેક ગામડે પાણીની રામાયણ શરુ થઈ છે. સાથે સાથે ખેડૂતોને પણ ઉનાળુ પાક માટે અંતિમ પાણી અને આગોતરા વાવેતર માટે પાણીની ખાસ જરૂરિયાત હોય ત્યારે લોકો અને ખેડૂતોની રજુઆત મળતા અમરેલી જિલ્લામા જયાં સૌની યોજનાની પાઈપલાઈનનુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.જેનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે.

તેવા તમામ વિસ્તારમાં સૌની યોજના મારફતે નર્મદા નીર છોડી લોકોની અને ખેડૂતોની પાણી સમસ્યા દૂર કરવા માંગણી કરાઇ હતી. જો સૌની યોજનાથી નર્મદાના નીર નદી,ડેમ,ચેકડેમમાં છોડી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ મળી રહે અને ગામડાના લોકોનો પીવાના અને ઘર વપરાશના પાણીનો પ્રશ્ન પણ પૂર્ણ કરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...