ખેડૂતોની સમૃદ્ધિ લાવવા, ખેત ઉત્પાદન વધારવા માટે સિંચાઈનુ પાણી અને જમીનની ફળદ્રુપતા માટે માટી, કાપ અને મોરમની પ્રાપ્તિ ખુબ જરૂરી છે. રાજ્યની સરકાર દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે અનેક જળાશય, તળાવ, સરોવર, ચેકડેમ બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને માટી કાપ અને મોરમ ઉપાડવાની કાયમી ધોરણે મંજુરી આપવામા આવે તે પ્રશ્ને પુર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા જળસંપતિ મંત્રીને રજુઆત કરવામા આવી છે.
ડેમમાં પાણીસંગ્રહ વધારવા માટે તેમાં વરસાદી પાણી સાથે તણાઈ આવતો માટી કાપ કાઢીને તેને ઊંડા કરવાની કામગીરી કરી પાણી સંગ્રહ વધારી શકાય છે. આ માટે સરકાર ઉનાળાના સમયમાં પરિપત્ર કરી ખેડૂતોને માટી, કાપ અને મોરામ ઉપાડવાની છૂટછાટ આપવામાં આવે છે.પરંતુ જમીન લેવલિંગ અને જમીન સુધારણા માટે ખેડૂતોને આખુ વર્ષ માટીની જરૂરિયાત રહે છે.
તો નદી, તળાવ, સરોવર, ચેકડેમમાં કાયમી ધોરણે કોઈ પરમિશન વગર ખેડૂતો ખેત સુધારણા હેતુથી માટી, કાપ અને મોરમ ઉપડી શકે તેવો ખેડૂત હિતમાં ટૂંકા ગાળામાં નિર્ણય કરવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાને રજુઆત કરી સરકાર દ્વારા ખેડૂત હિતમાં આ જો નિર્ણય કરવામાં આવે તો ચોક્કસ જમીનની ફળદ્રુપતા વધારી કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારી શકાય અને ખેડૂતો પણ સમૃદ્ધ તરફ પ્રગતિ કરી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.