અમરેલી:ભાવરડી ગામે ભૂલથી ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

ખાંભા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 25 વર્ષિય મહિલાને એક માસનો ગર્ભ હતો

તાલુકાના ભાવરડી ગામે મહિલાએ ભુલથી ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ,ખાંભાના ભાવરડી ગામે રહેતા મમતાબેન બાબુભાઇ ધાખડા (ઉ.વ.25) નામની મહિલાને એક માસનો ગર્ભ હોય જેથી થોડા બિમાર રહેતા હોય દવા શરૂ હોય પાટીયા ઉપર મુકેલ દવાના બદલે ભુલથી ઝેરી દવાની બોટલમાથી દવા પી લેતા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ બનાવ અંગે રાવતભાઇ હમરીભાઇ ધાખડાએ ખાંભા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...