તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો વિરોધ:5 હજારની સહાય મળતા ખેડૂતે 100 ઉમેરી સરકારને પરત કરી

ખાંભા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભાના જુના માલકનેશના ખેડૂતનો અનોખો વિરોધ
  • વાવાઝાેડામાં ખેડૂતને 3 લાખનું નુકસાન થયું હતું

ખાંભા તાલુકામા વાવાઝોડાએ ભારે ખાનાખરાબી સર્જી હતી. અનેક કાચા મકાનો ધરાશાયી થયા હતા. સરકાર દ્વારા સર્વે કરી પિડીતોને સહાય પણ ચુકવવામા આવી હતી. પરંતુ તેમા પણ વિસંગતતા જોવા મળી હતી. અહીના જુના માલકનેશના ખેડૂતને વાવાઝોડા દરમિયાન મકાનને ત્રણ લાખનુ નુકશાન થયુ હતુ. પરંતુ સરકારે માત્ર પાંચ હજારની સહાય ચુકવી હતી. જેથી ખેડૂતે રોષે ભરાઇને તેમા રૂપિયા 100 ઉમેરી રૂપિયા 5100 સરકારને પરત કરી દીધા હતા.

વાવાઝોડા પિડીતોને મળતી સહાય મુદે ખાંભા તાલુકાના લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. જુના માલકનેશ ગામમા રહેતા મુકેશભાઇ વિઠ્ઠલભાઇ સાવલીયા નામાના ખેડૂતને વાવાઝોડા દરમિયાન મકાનને ત્રણ લાખનુ નુકશાન પહોંચ્યું હતુ. તંત્ર દ્વારા સર્વે પણ કરવામા આવ્યો હતેા. જો કે મુકેશભાઇના બેંક ખાતામા સરકાર તરફથી સહાય પેટે રૂપિયા પાંચ હજારની રકમ જમા કરવામા આવી હતી. સરકાર દ્વારા જાણે પિડીતો સાથે મજાક કરવામા આવી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે.

મુકેશભાઇએ તાલુકા પંચાયત ખાતે દોડી જઇ સરકાર દ્વારા મળેલી રૂપિયા પાંચ હજારની સહાયમા રૂપિયા 100 ભેળવીને રૂપિયા 5100ની રકમ પરત સરકારમા જમા કરાવી આ રીતે તેમણે રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભુંડણી ગામના ખેડૂતે પણ આ રીતે જ રૂપિયા 100 ઉમેરીને સહાયની રકમ પરત કરી હતી.

ટીડીઓએ ચેક ન સ્વિકારતા ટપાલ શાખામાં આપી દીધો
મુકેશભાઇ જયારે સહાયના ચેકમા રૂપિયા 100ની રકમ ઉમેરી 5100નો ચેક તાલુકા વિકાસ અધિકારીને આપવા ગયા ત્યારે તેમણે ચેક ન સ્વીકારી ટપાલ શાખામા આપી દેવાનુ કહેતા મુકેશભાઇએ અરજી અને ચેક ટપાલ શાખાના કર્મચારીને આપી હતી.

નજીવી રકમ આપી મજાક ઉડાડાઇ રહી છે: મુકેશભાઇ
​​​​​​​ખેડૂત મુકેશભાઇ સાવલીયાએ જણાવ્યું હતુ કે વાવાઝોડામા મારા મકાનને મોટુ નુકશાન થયુ હતુ. સરકાર દ્વારા નજીવી રકમની સહાય આપી મજાક ઉડાડવામા આવી રહી છે. ત્યારે આ મજાકના તંત્રને જડબાતોડ જવાબ છે.

અન્ય સમાચારો પણ છે...