તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નાનુડી ફીડરમાં ખેતીવાડી લાઇનના રીપેરીંગ માટે વિજતંત્ર પાસે પોલ નથી

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસથી વિજળી ન મળતા ખેડૂતોની કાર્યપાલક ઈજનેરને રજૂઆત

ખાંભામાં નાનુડી ફીડર પર વાવાઝોડાના 40 દિવસ બાદ પણ ખેતીવાડી કનેક્શન પર વીજળી મળી નથી. પીજીવીસીએલ પાસે વીજ લાઇનના સમારકામ માટે વિજપોલ અને કર્મચારી નથી. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રીત થઈ તાત્કાલિક કામગીરી કરવા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

નાનુડી ફીડરના ખેડૂતોએ વીજ કચેરી ખાતે દોડી જઇ આવેદનમાં જણાવ્યું હતું કે વાવાઝોડામાં નાનુડી ફીડર પર વિજપોલ અને વાયર તૂટી પડ્યા હતા. પરંતુ વાવાઝોડાને દોઢ માસ વીતવા છતાં પણ પીજીવીસીએલ તંત્ર વીજ લાઇન સમારકામ માટે પહોંચ્યું નથી. ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પણ વરસાદ ખેંચાતા પાકમાં પિયત કરવું મુશ્કેલ બન્યું છે.

ઉપરાંત વાડી વિસ્તારમાં પશુઓ માટે ગામમાંથી પીવાનું પાણી ભરી જવું પડે છે. બીજી તરફ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ખેતીવાડી વીજ પુરવઠા માટે ચોક્કસ સમય આપી શકાય નહી. કારણ કે અત્યારે પીજીવીસીએલ પાસે વિજપોલ નથી. ઉપરાંત કર્મચારીઓ અને માણસોની ઘટ પણ છે.

ખાંભામાં ખેતીવાડીનું એક વર્ષનું વિજબીલ માફ કરવા માંગણી
ખાંભા જનસેવા અમિતિના પ્રમુખ રાજુભાઇ નસીતે ઉર્જામંત્રી સૌરભ પટેલને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ખંભામાં વાવાઝોડાના 40 દિવસ પછી પણ ખેતીવાડી વીજ કનેક્શન શરૂ નથી. તેવા સમયે ખેડૂતો જનરેટર મંગાવી પોતાના પાકમાં પિયત કરી રહ્યા છે. ત્યારે સમગ્ર તાલુકામાં એક વર્ષ માટે ખેતીવાડીમાં વિજબીલ માફ કરવા માંગણી છે. તસવીર-પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...