તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખડાધાર નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા 2 ભેંસના માેત થયા

ખાંભાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાંભા-ઉના માર્ગ પર વારંવાર અકસ્માતની ઘટનાથી પશુપાલકાેમાં રાેષ

ખાંભા-ઉના માર્ગ પર ખડાધાર નજીક સવારના સુમારે અજાણ્યા વાહન હડફેટે બે ભેંસના માેત થયા હતા. અા માર્ગ પર વારંવાર અકસ્માતની ઘટનાઅાે બનતા પશુપાલકાેમા પણ રાેષ જાેવા મળી રહ્યાે છે. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયાે હતાે. જાે કે અા બારામા કાેઇ પાેલીસ ફરિયાદ નાેંધાઇ ન હતી.

અજાણ્યા વાહન હડફેટે બે પશુના માેતની અા ઘટના ખાંભા-ઉના માર્ગ પર ખડાધાર નજીક બની હતી. અહી સવારના સુમારે બે ભેંસ ચારાે ચરવા માટે માર્ગ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બંને ભેંસના માેત થયા હતા. જાે કે અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયાે હતાે.

ઘટનાની જાણ થતા પશુના માલિક અહી દાેડી અાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અા માર્ગ પર અવારનવાર અા પ્રકારની અકસ્માતની ઘટનાઅાે બનતી રહે છે. થાેડા દિવસ અગાઉ પણ ખાંભા નાનુડી નજીક માલઢાેર ભરીને જઇ રહેલા વાહનને અકસ્માત નડયાે હતાે અને ત્રણ ભેંસના માેત થયા હતા. અને 10 ભેંસને ઇજા પહાેંચી હતી. તસવીર - પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...