તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખાંભામાં વેક્સિનનું કામ અટક્યું, લોકોને બીજો ડોઝ લેવામાં હાલાકી

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 18 +ને તો ઠીક 45+ ને પણ રસી મેળવવા ફાંફા
  • રસીકરણ કેન્દ્ર પર ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે

ખાંભા તાલુકામાં 45 થી 60 વર્ષના મોટા ભાગના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જો કે હવે ઉપરથી જ રસી આવતી ન હોય બીજા ડોઝ માટે કામગીરી અટકી પડી છે. જેના કારણે લોકોને રસીકરણ કેન્દ્ર પર ધરમના ધકકા ખાવા પડી રહ્યા છે. ખાંભા તાલુકા મોટાભાગના લોકોને 55 દિવસ પહેલા વેકસીનેશનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જોકે હવે બીજા ડોઝની રસી માટે હજુ કોઈ ઠેકાણા નથી.

વેકસીન ખાંભા તાલુકાને હજુ ઓછી ફાળવવામાં આવી છે જેમાં અમુક આધેડ લોકોએ 45 દિવસનો સમય ગાળો પ્રથમ ડોઝની વેકસીનેશન વીતી ગયો હોય અને હજુ સુધી બીજો ડોઝ વેકસીનેશનનો આપવામાં આવ્યો નથી. રસીકરણની કામગીરીમાં પણ ખાંભા તાલુકા સાથે જાણે અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.

અહીં એવી ચર્ચા પણ ઉઠી છે કે માનીતા અને લાગતા વળગતા લોકોને પહેલા બોલાવીને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વેકસીનેશનની કામગીરીમાં આધાર કાર્ડ તેમજ તારીખ નાખવામાં આવી છે તો તેમનો વારો અને સમય મર્યાદાનું શુ તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...