તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ખાંભામાં અષાઢી બીજે નિકળતી વેલનાથબાપુની શોભાયાત્રા મોકૂફ

ખાંભા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગસરામાં આપાગીગા ગાદી મંદિરે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શન કરી શકશે

ખાંભામાં અષાઢી બીજ નિમિત્તે 28 વર્ષથી નીકળતી વેલનાથબાપુની શોભાયાત્રા અને બગસરામાં આપાગીગા ગાદી મંદિરે અષાઢી બીજ મહોત્સવ કોરોનાના કારણે મોકૂક રખાયો છે. બંને સ્થળે ભક્તો કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનનો લાહવો લઈ શકશે. તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અષાઢી બીજની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. અષાઢી બીજ દિવસે ખાંભામાં દર વર્ષે વેલનાથબાપુની શોભાયાત્રાનું આયોજન થતું હતું. પરંતુ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખી વેલનાથબાપુની શોભાયાત્રા બંધ રખાઇ છે. અહીં મંદિરે ભક્તો અષાઢી બીજ નિમિતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે.

બીજી તરફ બગસરામાં આપાગીગા ગાદી મંદિરે અષાઢી બીજ મહોત્સવ મોકૂક રખાયો છે.આપાગીગા ગાદી મંદિરે સવારે 7 કલાકે મંગળા આરતી, હનુમાન ચાલીસાના પાઠ, હોમાત્મક યજ્ઞ, પ્રસાદી અને પુજન- અર્ચન જેવા કાર્યક્રમ યોજાશે. તેમજ ગાદી મંદિરે સમસ્ત ગધઇ પરિવાર અને પ્રજાપતિ પરિવાર વતી મહંત જેરામબાપુના હસ્તે ધ્વજારોહ કરવામાં આવશે. અને પુરોગામી સંતોની સમાધીનું પુજન, ધુપ, દીપ અને નિવેદ ધરાશે. તેમજ સાંજે મહાઆરતીના દર્શન થશે. અહીં કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી મહાપ્રસાદ અને સુંદરકાંડના પાઠ બંધ રખાયા છે. પરંતુ ભક્તો સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...