તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેમાં પાેલમપાેલ:મકાન સહાય મુદ્દે ખાંભા તાલુકા પંચાયતમાં ટાેળા ઉમટ્યા

ખાંભા, અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાંભામાં તાલુકા પંચાયતે સહાય ચૂકવવાની માંગ સાથે રોષભેર આવેદન પાઠવાયું. - Divya Bhaskar
ખાંભામાં તાલુકા પંચાયતે સહાય ચૂકવવાની માંગ સાથે રોષભેર આવેદન પાઠવાયું.
  • મળતિયાઓને સાથે રાખી પંચાયતમાં બેસી સર્વે કરાયાે હાેવાના આક્ષેપ
  • કુંડલામાં ખેડૂત આગેવાનના ધરણાં : સર્વેના ફોર્મ ખોઇ નાખ્યાનો ધારાસભ્યનો આક્ષેપ
  • ખાંભામાં મામલતદાર કચેરી સામે ધરણાની ચિમકી

વાવાઝાેડાઅે ખાસ કરીને ખાંભા-રાજુલા અને જાફરાબાદ તાલુકામા વિનાશ વેર્યાે હતાે. અનેક કાચા મકાનાે ધરાશાયી થયા હતા. સરકાર દ્વારા નુકશાનીનાે સર્વે કરી સરકારી ભંડાેળમાથી રકમ આપવાની જાહેરાત કરી હતી. જાે કે સર્વેમા જ પાેલમપાેલ કરવામા આવી રહ્યાંનુ સામે આવ્યું છે. ખરેખર નુકશાન થયુ હાેય તેવા લોકો સહાયથી વંચિત રહેતા રાેષ જાેવા મળ્યાે હતાે. આજે ખાંભાના નેસડી-2 અને પાટી ગામાના લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમટી પડયા હતા અને સહાય ચુકવવાની માંગ સાથે રોષભેર આવેદન પાઠવ્યું હતુ.

જિલ્લા પંચાયતના સદસ્ય ઉપેન્દ્રભાઇ બાેરીસાગરની આગેવાનીમા નેસડી-2 અને પાટીના ગામ લાેકાે ખાંભા તાલુકા પંચાયત કચેરી ખાતે દાેડી આવ્યા હતા. અહી ગ્રામજનાેેઅે ઉગ્ર રાેષ ઠાલવી જણાવ્યું હતુ કે વાવાઝાેેડામા અનેક કાચા મકાનાે પડી ગયા હતા. સરકારે નુકશાની અંગે સર્વે કરાવી રકમ નક્કી કરી દરેક નાગરિકને નુકશાનીનુ વળતર મળી રહે તે માટે કાર્યવાહી કરી હતી. નેસડી-2મા પણ સર્વે કરાયાે હતાે.પરંતુ ગામના આગેવાનાેને વિશ્વાસમા લીધા વગર મળતીયાઅાેને સાથે રાખી પંચાયત કચેરીમા બેસીને જ સર્વે કરાયાે હાેવાના અાક્ષેપાે પણ કરાયા છે.

સર્વેમા જે ખરેખર નુકશાન થયુ છે તેમને સર્વેની યાદીમા નુકશાન થયેલ વળતર રકમના સંદર્ભમા અાેછામા અાેછી રકમ આપવામા આવી છે. અને જેમના ઘર સ્લેબવાળા છે તેમને કાેઇ નુકશાન થયુ નથી તેમ છતા માેટુ નુકશાન દર્શાવી વધુ રકમનુ વળતર ચુકવવામા આવ્યું છે. જે સાબિત કરવા પણ ગામ લાેકાેઅે તૈયારી બતાવી હતી. ગામ લાેકાેઅે નિતી નિયમાે મુજબ વળતરની રકમ ચુકવવામા નહી અાવે તાે આગામી 15/7 બાદ ગાંધી ચિંધ્યા રાહે મામલતદાર કચેરી ખાંભા સામે ધરણા કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

તાે બીજી તરફ સાવરકુંડલા તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ મહેશભાઇ છોડવડીયાની આગેવાનીમા ખેડૂતાેઅે પાઠવેલા આવેદનમા જણાવ્યું હતુ કે વાવાઝોડા દરમિયાન ખેતીપાક અને કાચા- પાકા મકાનોમાં પારાવાર નુકશાની થઇ છે. તંત્રએ તેનો સર્વે પણ કર્યો હતો. પણ તે સર્વે પારદર્શક રીતે થયો નથી. જેના કારણે અનેક ખેડૂતો સર્વેથી વંચિત છે. તાત્કાલિક સાવરકુંડલા તાલુકામાં રી-સર્વે કરી સહાયથી વંચિત લોકોને ન્યાય આપવા ખેડૂત સમાજે માંગણી કરી હતી. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેરે તો તંત્રએ સર્વેના ફોર્મ ખોઈ નાખ્યાનો પણ આક્ષેપ કર્યો હતો.

કુંડલા મામલતદાર કચેરી સામે ખેડૂતાે ધરણા પર ઉતરી ગયા
સાવરકુંડલામાં ખેડૂત સમાજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. ત્યારે બંને પક્ષે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. અને ખેડૂત આગેવાનો તાલુકા પંચાયત કચેરી ખાતે જ ધરણા પર ઉતરી ગયા હતા. અંતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

સહાય ચૂકવણીમાં વિસંગતતા દુર નહી થાય તાે આદાેલન
ધારાસભ્ય અંબરીશ ડેરે આજે રાજુલા જાફરાબાદ અને ખાંભાના ટીડીઅાેને પત્ર પાઠવ્યાે હતાે. જેમા તેમણે જણાવ્યું હતુ કે સહાય ચુકવણીમા વિસંગતતાની ફરિયાદાે ઉઠી રહી છે. સર્વેના અનેક ફાેર્મ ખાેવાઇ ગયા છે અથવા તાે રેકર્ડમા ચડાવ્યા નથી જેથી આ અંગે યાેગ્ય તપાસ કરવામા આવે અને તાકિદે વળતરની ચુકવણી કરવામા આવે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આદાેલન કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.> અંબરીશ ડેર, ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...