તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નાનુડી નજીક સોસારિયા ડેમને વધુ ઉંડો ઉતારવા સિંચાઈ વિભાગે સર્વે હાથ ધર્યો

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે : ડેમની દીવાલ પણ તૂટેલી છે

ખાંભાના નાનુડી સીમતલ નજીક સોસારીયા ડેમ આવેલ છે. ડેમમાં પાછલા ઘણા સમયથી કાપ ભરાય ગયો છે. ઉપરાંત ડેમની દીવાલમાં તિરાડો પડી ગઈ છે. જેના કારણે ડેમમાંથી વરસાદી પાણી વહી જાય છે. ત્યારે સોસારીયા ડેમમાંથી માટી કાઢવા અને 3 મીટર ઊંચો લેવા જિલ્લા પંચાયતના સદસ્ય નીતાબેન ચાવડાએ સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી. સિંચાઈ વિભાગે રજૂઆતને ધ્યાને લઇ સોસારીયા ડેમ સાઈડની મુલાકાત લીધી હતી. અને ઉંડો ઉતારવા માટે સર્વે હાથ ધર્યો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડેમમાંથી ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ કાપ કાઢવાની કામગીરી કરવામાં આવશે. અહીં ડેમમાં પાણી ભરાશે. ત્યારે આજુબાજુ 200 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે. સર્વેની કામગીરી દરમિયાન નરેન્દ્રભાઇ ફિડોલીયા, જગદીશભાઇ ગોસ્વામી, આનંદભાઇ ભટ્ટ અને બીજલભાઇ ચાવડા વિગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...