સેવાકીય કાર્ય:ખાંભામાં વાવાઝોડામાં જર્જરીત થયેલ બે વૃદ્ધનું મકાન 4 દિવસમાં નવું બન્યું

ખાંભા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકોની મદદથી નિતિન જાનીની ટીમ નિરાધારના વહારે પહોંચી

ખાંભા પંથકમાં તાઉતૈએ વીનાશ વેર્યો હતો. અનેક મકાન પડી ગયા હતા. ત્યારે ખાંભાના ભગવતીપરામાં રહેતા ફૈબાબેન બાવકુભાઈ ધાંધલ અને અજવાળીબેન ભનુભાઈ મહેતાના મકાન પણ જર્જરીત થયા હતા. બંને વૃદ્ધા હોવાથી નવા મકાન બનાવી શકવા અશક્ત હતા. આવા સમયે સેવાકીય કાર્યમાં અગ્રેસર અને વાવાઝોડા સમયે અનેક ઘરો સુધી રાશન પહોંચાડનાર અને મકાનો બનાવી આપનાર નિતીનભાઈ જાનીની ટીમ ખાંભાના ભગવતીપરામાં પહોંચી હતી. અને સર્વે હાથ ધર્યો હતો.

અહી ચાર દિવસમાં બંને વૃદ્ધને નવા મકાન બનાવી અપાયા હતા. સાથે સાથે ફૈબાબેન ધાંધલને એક વર્ષ સુધી ચાલે તેટલા રાશનની વ્યવસ્થા પણ કરી અપાઈ હતી. આ પ્રસંગે ખજુર ઉર્ફે નિતીન જાનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમારી ટીમે 135 જેટલા મકાનો બંધાવી આપ્યા છે. અને આગામી સમયમાં પણ અમારી ટીમને ધ્યાને આવનાર નિરાધાર વ્યક્તિઓની મદદમાં તત્પર રહશે.

ટીમની સેવા કાબિલે તારીફ: સ્થાનિક
ભગવતીપરામાં રહેતા સુરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં વૃદ્ધને મકાન પડી ગયું હતું. અજવાળીબેન પ્રજ્ઞાચક્ષુ છે. જેની જાણ નીતિનભાઈની ટીમને કરાતા માત્ર ચાર જ દિવસમાં નવું મકાન બનાવી દેવાયું છે. આ ટીમની સેવાકીય પ્રવૃતિ કાબિલે તારીફ છે.

અન્ય સમાચારો પણ છે...