સાવજ:ખાંભાના કોઠારિયા રાઉન્ડમાં ટેકરા પર બનેલી ચોકી પર જંગલના રાજાની ચોકીદારી

ખાંભાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંડી ગીર સાવજોનુ ઘર છે. વનતંત્ર ગીરના જતન માટે મથી રહ્યું છે. આવનારા સમયમાં અહીં દવની ઘટનાઓ પણ બનશે. પરંતુ તે પૂર્વે જ વનવિભાગે દવ પર દેખરેખ માટે ચોકીઓ બનાવી છે. ખાંભાના કોઠારીયા રાઉન્ડમાં ટેકરા પર બનેલી ચોકી પર આજે ખુદ બે ડાલામથ્થાઓએ પહેરો ભર્યો હતો. ગાર્ડ મહેશ સોંદરવાએ કેમેરામાં કેદ કરેલી આ તસ્વીર આજે ધારીના ડીએફઓએ સોશિયલ મીડિયામા રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...