આવેદન:રાજ્યમાં નશીલા પદાર્થોનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરો

ખાંભા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાંભામા આજરોજ તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું હતુ. રાજયમા નશીલા પદાર્થોનુ બેફામ વેચાણ કરનારા સામે કડક કાર્યવાહીની કોંગી આગેવાનોએ માંગ ઉઠાવી હતી.ખાંભા તાલુકા યુવા કોંગ્રેસના મોહિતભાઇ નગદીયા, ભરતભાઇ સખવાળા, ઉપેન્દ્રભાઇ બોરીસાગર, બાબુભાઇ ખુમાણ, મહેન્દ્રભાઇ હરિયાણી સહિત આગેવાનો અને કાર્યકરોએ આજે મામલતદાર સમક્ષ મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું હતુ. જેમા જણાવાયું હતુ કે રાજયમા બેરોકટોક ડ્રગ્સ, દારૂ, અફિણ, ગાંજા જેવા નશીલા પદાર્થોનુ વેચાણ થઇ રહ્યું છે.

કાયદાઓની જોગવાઇઓનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. મોટા શહેરો અને કોલેજોમા પણ નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઇ રહ્યાં છે.સરકાર આંખ આડા કાન કરી બધુ જોઇ રહી છે. કોઇ કાયદાકીય પગલાઓ લેવામા આવી રહ્યાં નથી. આવેદનમા વધુમા જણાવાયું હતુ કે નશીલા પદાર્થોની ટેવવાળા વ્યકિતઓના ઘર પરિવાર બરબાદ થઇ રહ્યાં છે.

બોટાદ પંથકમા લઠ્ઠાકાંડની ઘટનામા અનેક લોકો મોતને ભેટયા છે. ત્યારે રાજયમા નશાબંધીની ઝુંબેશ શરૂ કરવામા આવે અને આવા તત્વો સામે કડક હાથે કામ લેવામા આવે તેવી માંગ કરવામા આવી છે. સરકાર દ્વારા જો તાકિદે પગલા ભરવામા નહી આવે તો આગામી દિવસોમા ગાંધી ચિંધ્યા રાહે સખત વિરોધ કરવામા આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...