અકસ્માતની ભીતિ:ખાંભા - ઉના માર્ગ તદ્દન ભંગાર હાલતમાં, માર્ગ ઉબડખાબડ બનતા નાના વાહન ચાલકો પરેશાન, નવિનીકરણની માંગ

ખાંભાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ માર્ગ એટલાે બધાે ઉબડખાબડ બન્યાે છે કે અહીથી રાત્રીના સમયે પસાર થતા નાના વાહન ચાલકાેને વાહન સ્લીપ થઇ જવાની ભીતિ સતાવી રહી છે. કારણ કે આ માર્ગ પર મસમાેટા ખાડા પડી ગયા છે. - Divya Bhaskar
આ માર્ગ એટલાે બધાે ઉબડખાબડ બન્યાે છે કે અહીથી રાત્રીના સમયે પસાર થતા નાના વાહન ચાલકાેને વાહન સ્લીપ થઇ જવાની ભીતિ સતાવી રહી છે. કારણ કે આ માર્ગ પર મસમાેટા ખાડા પડી ગયા છે.

ખાંભા ઉના માર્ગ તદ્દન બિસ્માર હાલતમા બની ગયાે છે. અહીના પચપચીયા નજીક તાે આ માર્ગ અેટલાે બધાે ઉબડખાબડ બન્યાે છે કે અહીથી પસાર થતા વાહન ચાલકાે તાેબા પાેકારી ઉઠયાં છે. અનેક વખત રજુઆત કરવામા આવી હાેવા છતા તંત્ર દ્વારા માર્ગના સમારકામ કે નવિનીકરણની કાેઇ કામગીરી કરવામા નથી આવતી.ખાંભાના પચપચીયા નજીક માર્ગમા મસમાેટા ખાડાઅાે જાેવા મળી રહ્યાં છે. જેના કારણે અહીથી પસાર થતા નાના વાહન ચાલકાેને અવારનવાર અકસ્માતનાે ભાેગ બનવુ પડી રહ્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે અહી નાના માેટા અકસ્માતાે થતા રહે છે.

અા માર્ગ પરથી દરરાેજ માેટી સંખ્યામા ભારે વાહનાે પસાર થતા હાેય છે. જેના કારણે માર્ગ ઉબડખાબડ બની ગયાે છે.અનેક વખત રજુઆત કરવા છતા તંત્ર દ્રારા માર્ગનુ કાેઇ સમારકામ પણ કરવામા નથી આવતુ. પચપચીયા સહિત આસપાસના ગામ લાેકાેને અા માર્ગ પરથી વાહન લઇને નીકળવુ ભારે મુશ્કેલ બન્યું છે. ત્યારે તાકિદે આ માર્ગનુ યાેગ્ય સમારકામ અથવા નવિનીકરણની કામગીરી હાથ ધરવામા આવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...