તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખાંભાના નાના બારમણની સીમમાં દુર્લભ પ્રજાતિના અજગરનું ભેદી મોત

ખાંભાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગના ફેરણાની પોલ ખોલતો કિસ્સો
  • તપાસ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે

ખાંભા પંથકમા રબારીકા રાઉન્ડ નીચે નાના બારમણની સીમમા કાતર રીઝર્વ જંગલની નજીક આજે અતિ દુર્લભ પ્રજાતિના મહાકાય અજગરનો મૃતદેહ સ્થાનિક લોકોની નજરે ચડયો હતો. અજગરની ઉંમર વધુ ન હોય તેનુ કુદરતી રીતે મોત થયુ હોય તેવુ જણાતુ ન હતુ. હકિકતમા વનવિભાગના કર્મચારીઓ ઉંડાણપુર્વક તપાસ કરે તો જ અજગરના મોતનુ સાચુ કારણ બહાર આવે. જો કે અહી વનવિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કારણ કે તગડો પગાર ખાતા વનકર્મીઓ યોગ્ય ફેરણુ કરતા નથી. જેને પગલે આવા વન્યજીવોની ઘટના તંત્રના ધ્યાનમા પણ આવતી નથી. આ વિસ્તારના અનેક કર્મચારીઓ ઓફિસમા બેઠા બેઠા જ ફેરણુ દર્શાવી દે છે.વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમમા અજગરને અનુસુચિત-1 હેઠળ અતિ સંરક્ષિત સરીસૃપ પ્રાણી તરીકે રક્ષણ અપાયુ છે. તેને મારવો કે મારવાની કોશિષ કરવામા સાત વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. આ અજગરને કોઇ અહી મારીને ફેંકી ગયુ કે બીજી કોઇ રીતે તેનુ મોત થયુ છે તપાસ બાદ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...